અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીનો મામલો ચર્ચામાં છે ત્યારે હવે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પણ દાનની રકમ ચોરાઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. CCTV ફૂટેજમાં આરોપી નોટોના બંડલ છુપાવી ચોરી કરતો ઝડપાયો હતો અને રૂ. 1.04 લાખની ચોરીના કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. જોકે આરોપીઓ હાલ જામીન પર મુક્ત છે. ઘટના બાદ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે દાન ગણતરીની વ્યવસ્થામાં મોટા ફેરફાર કરી ભંડાર કક્ષમાં હાઇટેક CCTV કેમેરા લગાવ્યા છે અને દાન ગણતરીનું લાઈવ પ્રસારણ શરૂ કર્યું છે. દાન ચોરીની ઘટનાને પગલે યાત્રાધામોની સુરક્ષા અને વ્યવસ્થા સામે ફરી ગંભીર સવાલો ઊભા થયા છે.
અયોધ્યા બાદ હવે અંબાજી મંદિરમાં પણ દાન ચોરીનો મામલો! હિંદુત્વની ગુલબાંગો વચ્ચે મંદિરોની સુરક્ષા સામે ઊભા થયા ગંભીર સવાલ