દારૂબંધીવાળા ગુજરાતમાં ચોંકાવનારા આંકડા! માત્ર 10 મહિનામાં દારૂ પીને મારામારીના 93,746 કેસ સામે આવ્યા, એટલે કે દરરોજ સરેરાશ 300થી વધુ કેસ. ‘112’ પોલીસ ઈમરજન્સીમાં દારૂના કારણે થતી મારામારીના કેસ ત્રીજા સ્થાને પહોંચ્યા છે, જ્યારે અમદાવાદમાં સૌથી વધુ ઈમરજન્સી કોલ નોંધાયા છે. ગુજરાતમાં દારૂબંધી વચ્ચે આ આંકડાઓએ અનેક સવાલો ઊભા કર્યા છે.
'ડ્રાય સ્ટેટ' ગુજરાતમાં દારૂ પીને મારા-મારીના રોજના 300થી વધુ કેસ, પોલીસ ઈમરજન્સીના ક્યાં વધારે કેસ?