Advertisement

અમરેલીમાં 60 લાખના વિદેશી દારૂનો જાહેરમાં નાશ, ખાંભા પોલીસે બુલડોઝર ફેરવી કચડ્યો જથ્થો

અમરેલીમાં 60 લાખના વિદેશી દારૂનો જાહેરમાં નાશ, ખાંભા પોલીસે બુલડોઝર ફેરવી કચડ્યો જથ્થો

અમરેલી જિલ્લાના ધારી ડિવિઝન હેઠળના ખાંભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલા લાખો રૂપિયાના વિદેશી દારૂના જથ્થા પર તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે જપ્ત કરેલા અંદાજે 59.95 લાખ રૂપિયાના દારૂનો જાહેરમાં બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો, જેનાથી વિસ્તારમાં સંદેશ આપવામાં આવ્યો છે.

બલાડા ચોકડી પાસે ખુલ્લી જગ્યામાં દારૂની 12,845 બોટલો ગોઠવીને બુલડોઝર ચલાવી કચ્ચરઘાણ વાળી દેવામાં આવી હતી. આ કાર્યવાહી કાયદાકીય પ્રક્રિયા હેઠળ કરવામાં આવી હતી અને તેમાં ઉચ્ચ અધિકારીઓની દેખરેખ રાખવામાં આવી હતી.

આ પ્રસંગે ASP જયવીર ગઢવી, SDM જાડેજા સહિત પોલીસ અને નશાબંધી વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. રાજ્યમાં નશાબંધી કાયદાના કડક અમલીકરણના ભાગરૂપે આવી કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના કારણે બુટલેગરોમાં પણ ફફડાટ ફેલાયો છે.

Advertisement