રાજ્યની આર્થિક રાજધાની ગણાતા Ahmedabad માં ફરી એકવાર બોમ્બની ધમકીને પગલે ફફડાટ ફેલાયો છે. Navrangpura વિસ્તારમાં આવેલી ગ્રામ્ય કોર્ટને અજાણ્યા શખસ દ્વારા ઈ-મેઈલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ધમકી મળતા જ પોલીસ તંત્ર અને બોમ્બ સ્ક્વોડનો કાફલો તાત્કાલિક કોર્ટ પરિસરે પહોંચી ગયો હતો.
સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોર્ટમાં હાજર જજ, વકીલો, કર્મચારીઓ અને પક્ષકારોને બહાર કાઢી સમગ્ર બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવ્યું હતું અને કોર્ટની કામગીરી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે. હાલ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા કોર્ટના દરેક ફ્લોર અને ખૂણેખૂણાની સઘન તપાસ ચાલી રહી છે. Navrangpura Police સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર તહેનાત છે અને કોઈને પણ અંદર પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. સાથે જ ઈ-મેઈલ ક્યાંથી મોકલાયો અને કોણે ધમકી આપી તે જાણવા માટે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.