આણંદમાં ખાઉધરા ગલીના નામે ટ્રાફિકની સમસ્યા! રોડ પર પાર્કિંગ, વાહનચાલકો પરેશાન… મનપાની કાર્યવાહી સામે સવાલો!

આણંદમાં ખાઉધરા ગલીના નામે ટ્રાફિકની સમસ્યા! રોડ પર પાર્કિંગ, વાહનચાલકો પરેશાન… મનપાની કાર્યવાહી સામે સવાલો!

આણંદમાં ખાઉધરા ગલીના નામે ટ્રાફિકની સમસ્યા! રોડ પર પાર્કિંગ, વાહનચાલકો પરેશાન… મનપાની કાર્યવાહી સામે સવાલો!

આણંદ શહેરમાં ખાણીપીણીના બજારો એટલે કે ખાઉધરા ગલીઓનો વ્યાપ વધી રહ્યો છે… પરંતુ આ બજારો સાથે પાર્કિંગની સમસ્યા પણ વકરી રહી છે!

શહેરના વિદ્યાનગર રોડ સહિતના મુખ્ય માર્ગો પર સાંજે સાડા સાત વાગ્યા બાદ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. ખાઉધરા ગલીમાં આવતા ગ્રાહકો માટે પાર્કિંગની વ્યવસ્થા ન હોવાથી લોકો રોડ પર જ આડેધડ વાહનો પાર્ક કરી દે છે. પરિણામે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.

એક તરફ આણંદ-કરમસદ મહાનગરપાલિકા ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે દબાણ હટાવ ઝુંબેશ ચલાવી રહી છે. વેન્ડરોને હટાવવામાં આવી રહ્યા છે… પરંતુ બીજી તરફ મુખ્ય માર્ગો પર જ ખાઉધરા ગલીઓ બહાર વાહનોનું પાર્કિંગ થતું હોવા છતાં કાર્યવાહી કેમ નહીં? સૌથી મોટો સવાલ એ છે કે ટાઉનહોલથી વિદ્યાનગર તરફ જતા વ્યસ્ત માર્ગ પર, બે ટ્રાફિક સિગ્નલ પોઈન્ટની નજીક ખાઉધરા ગલી ઉભી કરવામાં આવી છે. તો પરવાનગી આપતી વખતે પાર્કિંગની સુવિધા છે કે નહીં? ફાયર સેફ્ટીની વ્યવસ્થા છે કે નહીં? અને સ્થળ તપાસ કરવામાં આવી હતી કે નહીં?

માત્ર વિદ્યાનગર રોડ જ નહીં, રાજપથ માર્ગ અને દાંડીમાર્ગ પર પણ ખાઉધરા ગલીઓ ઉભી થઈ રહી છે. પરંતુ પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા વિના ધમધમતા આ બજારો સામે મનપા ક્યારે પગલાં ભરશે?

દબાણ હટાવવાની ઝુંબેશમાં સામાન્ય વેન્ડરો માટે એક નિયમ અને ખાઉધરા ગલીઓ માટે બીજો નિયમ છે?

આણંદના રસ્તાઓ ટ્રાફિકથી મુક્ત થશે કે પછી ખાઉધરા ગલીઓના કારણે વાહનચાલકોની મુશ્કેલી યથાવત્ રહેશે?

આ સવાલનો જવાબ હવે આણંદ-કરમસદ મનપાએ આપવાનો છે.