12 જૂન 2025નો કાળો દિવસ: અમદાવાદ પ્લેન ક્રેશની યાદ આજે પણ આંખો ભીની કરે

12 જૂન 2025નો કાળો દિવસ: અમદાવાદ પ્લેન ક્રેશની યાદ આજે પણ આંખો ભીની કરે

અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ થયેલી ભયાનક એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. લંડન જવા માટે ઉડાન ભર્યાના થોડા જ ક્ષણોમાં વિમાન મેઘાણીનગર વિસ્તારમાં તૂટી પડતાં વિમાનમાં સવાર 241 લોકો અને જમીન પરના 19 લોકો સહિત કુલ 260 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના ભારતના સૌથી કરુણ વિમાન અકસ્માતોમાંની એક બની હતી. 


એક વર્ષ બાદ પણ પીડિત પરિવારો અંતિમ તપાસ અહેવાલની રાહ જોઈ રહ્યા છે. ઘણા પરિવારજનોનું કહેવું છે કે વળતર કરતાં પણ વધુ મહત્વનું સત્ય અને જવાબદારી નક્કી થવી છે, જેથી આવી દુર્ઘટના ફરી ન સર્જાય. હાલ તપાસ એજન્સીઓ દ્વારા અંતિમ રિપોર્ટ જાહેર કરાયો નથી.