Advertisement

"યુદ્ધનો ફટકો: સોનું-ચાંદી મોંઘા, ક્રૂડ સસ્તું! બદલાઈ બજારની ગતિ, જાણો આજના નવા ભાવ"

"યુદ્ધનો ફટકો: સોનું-ચાંદી મોંઘા, ક્રૂડ સસ્તું! બદલાઈ બજારની ગતિ, જાણો આજના નવા ભાવ"

ઈઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવની અસર વૈશ્વિક બજારમાં જોવા મળી રહી છે. 10 માર્ચે સોના અને ચાંદીના ભાવમાં જંગી ઉછાળો નોંધાયો છે. ચાંદીના ભાવમાં ₹8,000નો વધારો થતાં એક કિલો ચાંદી ₹2.75 લાખ સુધી પહોંચી છે, જ્યારે 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવ ₹1.62 લાખ સુધી ટ્રેડ થઈ રહ્યા છે.


બીજી તરફ ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ લગભગ 8.5% ઘટીને $92.50 પ્રતિ બેરલ અને અમેરિકન WTI ક્રૂડ લગભગ 9% ઘટીને $88.60 પ્રતિ બેરલ થયું છે.



નિષ્ણાતો અનુસાર આ ઘટાડા પાછળ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જેમાં તેમણે યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થવાની આશા વ્યક્ત કરી હતી. જોકે બજારમાં હજુ પણ અનિશ્ચિતતા યથાવત હોવાથી આગામી સમયમાં ભાવોમાં ફરી ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.

Advertisement