મધ્યપૂર્વમાં યુદ્ધને કારણે વૈશ્વિક તેલ પુરવઠામાં અવરોધ વચ્ચે રશિયાએ પાકિસ્તાનને ડિસ્કાઉન્ટ દરે ક્રૂડ ઓઈલ આપવા તૈયારી દર્શાવી છે. પાકિસ્તાનમાં વધતા ઇંધણના ભાવ વચ્ચે આ ઓફર મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
પાકિસ્તાનમાં રશિયાના રાજદૂત આલ્બર્ટ ખોરેવે જણાવ્યું કે, જો પાકિસ્તાન સત્તાવાર રીતે સંપર્ક કરશે તો રશિયા સસ્તા દરે તેલ સપ્લાય કરવા તૈયાર છે, જોકે હજી સુધી પાકિસ્તાન તરફથી કોઈ સત્તાવાર રજૂઆત કરવામાં આવી નથી.
હાલ હોર્મુઝ સમુદ્રધુનિમાં અવરોધને કારણે વૈશ્વિક સ્તરે તેલ સંકટ ઊભું થયું છે, જેના કારણે પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં આશરે 20% સુધી વધારો થયો છે અને આગળ પણ વધવાની શક્યતા છે.
નિષ્ણાતોના મતે, રશિયાની આ ઓફરથી તે પાકિસ્તાનમાં પોતાનો પ્રભાવ વધારવા અને વ્યૂહાત્મક રીતે અમેરિકાથી દૂર ખેંચવાનો પ્રયાસ કરી રહ્યું છે.
યુદ્ધ વચ્ચે રશિયાનો ડબલ ગેમ? ભારતને મોંઘું ઓઈલ, પાકિસ્તાનને ડિસ્કાઉન્ટ પર ક્રૂડ આપવાની તૈયારી