વર્ષો જૂના વિવાદ વચ્ચે વિવેકનું સલમાનના ટ્રોલિંગ વિરોધી નિવેદનને સમર્થન આપવું હવે ચર્ચાનો વિષય બન્યું છે.

વર્ષો જૂના વિવાદ વચ્ચે વિવેકનું સલમાનના ટ્રોલિંગ વિરોધી નિવેદનને સમર્થન આપવું હવે ચર્ચાનો વિષય બન્યું છે.

વર્ષોથી ચાલતા વિવાદ વચ્ચે વિવેક ઓબેરોયે સલમાન ખાનનું સમર્થન કર્યું છે.

મામલો છે સોશિયલ મીડિયા ટ્રોલિંગનો, જેને વિવેક ઓબેરોયે નેગેટિવ પ્રવૃત્તિ ગણાવી છે.


‘બોલિવૂડ ક્રોનિકલ’ સાથેની વાતચીતમાં વિવેકને સલમાન ખાનના ટ્રોલિંગ અંગેના નિવેદન વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો.

જવાબમાં વિવેકે કહ્યું કે ટ્રોલિંગ ન કરવું જોઈએ. ટ્રોલિંગ એક નેગેટિવ બાબત છે અને જીવનમાં કરવા માટે ઘણી બધી પોઝિટિવ પ્રવૃત્તિઓ છે, તો પછી નેગેટિવ બાબતોમાં શા માટે પડવું?


વિવેકનું આ નિવેદન એટલા માટે ચર્ચામાં છે, કારણ કે સલમાન ખાન અને વિવેક ઓબેરોય વચ્ચે વર્ષોથી વિવાદ રહ્યો છે.

2003માં વિવેકે પ્રેસ કોન્ફરન્સ કરીને સલમાન પર ફોન કરીને ધમકી આપવા અને હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ બંને વચ્ચેનો વિવાદ વધુ ચર્ચામાં આવ્યો હતો.


જોકે, હવે આ જ વિવાદ વચ્ચે વિવેકે સલમાનની ટ્રોલિંગ સામેની વાતનું સમર્થન કર્યું છે.


સલમાન ખાને તાજેતરમાં ‘બિગ બોસ 20’માં સોશિયલ મીડિયા પર થતા ટ્રોલિંગ, બોડી-શેમિંગ અને એજ-શેમિંગ અંગે નારાજગી વ્યક્ત કરી હતી.


સલમાને કહ્યું હતું કે સોશિયલ મીડિયા રોજગાર અને ઓળખનું માધ્યમ બન્યું છે, પરંતુ કોઈના શરીર, વજન, દેખાવ, પરિવાર, ઉંમર કે અંગત જીવનને લઈને અપમાનજનક ટિપ્પણી કરવી યોગ્ય નથી.


તેણે એમ પણ કહ્યું કે જે વ્યક્તિને ટ્રોલ કરવામાં આવી રહી છે, તે વ્યક્તિ અંગત જીવનમાં કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે, તે ટ્રોલર્સ જાણતા નથી.


સલમાને પોતે પણ ‘ઘરડો થઈ ગયો’ જેવી ટિપ્પણીઓનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે 60 વર્ષનું થવું સ્વાભાવિક છે. ત્યારબાદ તેણે શોના મંચ પર પોતાનો ફિટ લુક બતાવીને પણ ચર્ચા જગાવી હતી.


જોકે સલમાને કોઈનું નામ લીધું નહોતું, પરંતુ તેના નિવેદનને કેટરીના કૈફની પ્રેગ્નન્સી બાદ થયેલા બોડી-શેમિંગ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.


વર્ષો જૂના વિવાદ વચ્ચે વિવેકનું સલમાનના ટ્રોલિંગ વિરોધી નિવેદનને સમર્થન આપવું હવે ચર્ચાનો વિષય બન્યું છે.