ગુજરાતમાં આગામી દિવસોમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં તાપી, નવસારી, ડાંગ અને વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભાવનગર, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. આ વરસાદી સિસ્ટમની અસરથી કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
વરસાદી સિસ્ટમ સક્રિય, ગુજરાતમાં ફરી મેઘમહેર?