વરસાદ બાદ વડોદરાના અનેક રસ્તાઓ બિસ્માર, ખાડાઓથી વાહનચાલકો પરેશાન; તાત્કાલિક સમારકામની ઉઠી માંગ.

વરસાદ બાદ વડોદરાના અનેક રસ્તાઓ બિસ્માર, ખાડાઓથી વાહનચાલકો પરેશાન; તાત્કાલિક સમારકામની ઉઠી માંગ.

વડોદરા શહેરમાં સતત વરસાદ બાદ અનેક માર્ગોની હાલત બિસ્માર બની ગઈ છે. ખાસ કરીને માંડવી–પાણીગેટ મુખ્ય માર્ગ, જેતલપુર બ્રિજ નીચેનો રેલવે અંડરપાસ અને કારેલીબાગ–ભૂતડી ઝાંપા માર્ગ પર મોટા ખાડા પડતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના વ્યસ્ત વિસ્તારોમાં રસ્તા ધોવાઈ જતાં દ્વિચક્રી વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ પણ વધી ગયું છે.

સ્થાનિક રહેવાસીઓ, વેપારીઓ અને સામાજિક કાર્યકરોએ વારંવાર રજૂઆત છતાં સમારકામ ન થતાં તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે. રામદેવપીરની ચાલી પાસે માર્ગની સ્થિતિ 'ચંદ્રની ધરતી' જેવી બની ગઈ હોવાનું સ્થાનિકોનું કહેવું છે. વાહનચાલકોની સુરક્ષા અને અકસ્માતો ટાળવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક માર્ગોનું સમારકામ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.