Advertisement

વોર્ડ નં. 9માં ભાજપા ઉમેદવારોનો જોરદાર જનજન પ્રચાર

વોર્ડ નં. 9માં ભાજપા ઉમેદવારોનો જોરદાર જનજન પ્રચાર

કરમસદ-આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નં. 9 માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા જન જન સુધી પહોંચવાનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ઉમેદવારો અને કાર્યકરો દ્વારા વિસ્તારમાં ડોર-ટુ-ડોર મુલાકાતો કરી મતદારો સાથે સીધી મુલાકાત સાધવામાં આવી રહી છે, જેમાં લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રચાર દરમિયાન સ્થાનિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સમર્થન મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપા તરફથી વધુમાં વધુ મતદાન કરવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે, જેને લઈને વિસ્તારમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે.

Advertisement