Advertisement

વોર્ડ નં. 8માં ઉમેદવારોનો ડોર-ટુ-ડોર પ્રચાર તેજ, મતદાતાઓ સાથે સીધો સંપર્ક વધ્યો

વોર્ડ નં. 8માં ઉમેદવારોનો ડોર-ટુ-ડોર પ્રચાર તેજ, મતદાતાઓ સાથે સીધો સંપર્ક વધ્યો

કરમસદ-આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નં. 8માં ચૂંટણીનો માહોલ ગરમાયો છે, જ્યાં ઉમેદવારો દ્વારા ડોર-ટુ-ડોર પ્રચારને વધુ તેજી આપવામાં આવી રહી છે. ઉમેદવારો ઘરેઘરે જઈને મતદાતાઓ સાથે સીધો સંપર્ક સાધી રહ્યા છે અને પોતાના વિકાસના વિઝન તથા યોજનાઓ અંગે માહિતગાર કરી રહ્યા છે. સ્થાનિક લોકોએ પણ ઉત્સાહપૂર્વક ઉમેદવારોનું સ્વાગત કરી પોતાના પ્રશ્નો અને અપેક્ષાઓ રજૂ કરી છે. આ સક્રિય જનસંપર્ક અભિયાનને કારણે વોર્ડમાં ચૂંટણીની ચહલપહલ વધતી જોવા મળી રહી છે.

Advertisement