આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નં. 5 માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા ઘર-ઘર જઈને જોરદાર પ્રચાર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ઉમેદવારો તથા કાર્યકરો મતદારોના દરવાજા સુધી પહોંચી સીધો સંપર્ક સાધી રહ્યા છે અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેમને સમર્થન આપવા અપીલ કરી રહ્યા છે. પ્રચાર દરમિયાન લોકો તરફથી સારો પ્રતિસાદ મળતો જોવા મળી રહ્યો છે, તેમજ મતદારોમાં પણ ચૂંટણીને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપા ઉમેદવારો દ્વારા વધુમાં વધુ મતદાન કરવા અને વિકાસના મુદ્દાઓને આગળ ધપાવવા માટે મતદારોને પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.
વોર્ડ નં. 5માં ભાજપા ઉમેદવારોનો ઘર-ઘર પ્રચાર તેજ, મતદારો સાથે સીધો સંપર્ક