Advertisement

વોર્ડ નં. 10માં ભાજપા ઉમેદવારોનો જોરદાર પ્રચાર અભિયાન

વોર્ડ નં. 10માં ભાજપા ઉમેદવારોનો જોરદાર પ્રચાર અભિયાન

કરમસદ-આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નં. 10 વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉમેદવારો દ્વારા જોરદાર પ્રચાર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ઉમેદવારો દ્વારા ડોર-ટુ-ડોર સંપર્ક કરી મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેમાં સ્થાનિક લોકોનો સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. પ્રચાર દરમિયાન વિકાસના મુદ્દાઓ, સ્વચ્છતા, રસ્તા-લાઈટ જેવી મૂળભૂત સુવિધાઓ અને વિસ્તારના સર્વાંગી વિકાસ માટેના વચનો રજૂ કરવામાં આવ્યા હતા.


ઉમેદવારો સાથે પક્ષના આગેવાનો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે, જેના કારણે પ્રચારને વધુ ગતિ મળી રહી છે. સ્થાનિક નાગરિકો સાથે સીધી વાતચીત કરીને તેમની સમસ્યાઓ સાંભળવામાં આવી રહી છે અને યોગ્ય ઉકેલ આપવાની ખાતરી આપવામાં આવી રહી છે. ભાજપા ઉમેદવારોનો વિશ્વાસ છે કે તેઓને વોર્ડ નં. 10માં જનતાનો મજબૂત સમર્થન મળશે અને આવનારી ચૂંટણીમાં વિજય પ્રાપ્ત થશે.

Advertisement