તા. 13 ફેબ્રુઆરી 2026: વહેલી સવારે 12:40 કલાકે કરમસદ સ્થિત આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના કંટ્રોલ રૂમમાં અગ્નિકાંડની કોલ મળતા તાત્કાલિક કામગીરી હાથ ધરાઈ હતી. ઘટના વિઠ્ઠલ ઉદ્યોગનગર GIDC ખાતે પ્લોટ નં. 601 પર આવેલી “યુનિક ફોર્જિન” કંપનીમાં બની હતી, જ્યાં ઓઈલ ટેન્કમાં આગ લાગી હતી.
ફાયર ઓફિસર ધર્મેશ ગોરના માર્ગદર્શન હેઠળ ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર ડ્રાઈવર સહદેવસિંહ રાઠોડ સાથે ફાયર ફાઈટર દિનેશ જાદવ અને નરેશ ચારપોટે ફોમ સાથે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઓઈલ ટેન્કમાં લાગેલી આગને ધ્યાનમાં રાખી સાવચેતીપૂર્વક કાર્યવાહી કરવામાં આવી હતી.
ફાયર વિભાગની ઝડપી અને સુચારુ કામગીરીના કારણે આગ વધુ ફેલાતી અટકાવી શકાઈ હતી. સદભાગ્યે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
પ્રાથમિક માહિતી મુજબ આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.