Advertisement

વિશ્વ પશુચિકિત્સા દિને EMRI ગ્રીન હેલ્થ સર્વિસિસ દ્વારા ‘વેટ સંગમ’ કાર્યક્રમ યોજાયો

વિશ્વ પશુચિકિત્સા દિને EMRI ગ્રીન હેલ્થ સર્વિસિસ દ્વારા ‘વેટ સંગમ’ કાર્યક્રમ યોજાયો

આણંદ, શનિવાર : : વિશ્વ પશુચિકિત્સા દિવસ ૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ સ્થિત EMRI ગ્રીન હેલ્થ સર્વિસિસ (GHS) કેમ્પસ ખાતે તાજેતરમાં “વેટ સંગમ – એક્સચેન્જ ધ એક્સપિરીયન્સ” કાર્યક્રમ યોજાયો હતો. અનુભવી પશુચિકિત્સકોના જ્ઞાન અને વર્ષોના અનુભવનો લાભ મેળવી રાજ્યની પશુ આરોગ્ય સેવાઓને એક નવી ઊંચાઈ પર લઈ જવાના હેતુથી યોજાયેલ આ કાર્યક્રમ કાર્યક્રમની શરૂઆતમાં આમંત્રિત મહેમાનોએ EMRI કેમ્પસની મુલાકાત લઈ સંસ્થાની અત્યાધુનિક કામગીરી અને સેવાકીય માળખાનું નિરીક્ષણ કર્યું હતું.

આ ‘વેટ સંગમ’ દ્વારા અનુભવીઓના જ્ઞાનને આધુનિક ટેકનોલોજી સાથે જોડી પશુધન સુરક્ષા માટે એક નવો માર્ગ પ્રશસ્ત કરવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે.ચર્ચા સત્ર દરમિયાન વરિષ્ઠ તબીબોએ પશુ આરોગ્ય સેવાઓને વધુ અસરકારક અને ગુણવત્તાયુક્ત બનાવવા માટે પાયાના સૂચનો રજૂ કર્યા હતા. ખાસ કરીને ૧૯૬૨ ઇમરજન્સી મેનેજમેન્ટ સિસ્ટમ (EMS) ને ભવિષ્યમાં વધુ સશક્ત અને લોકભોગ્ય કેવી રીતે બનાવી શકાય તે અંગે ગહન વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. આ તકે સંસ્થાના COO શ્રી જશવંત પ્રજાપતિએ ઉપસ્થિત સૌ મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. 

આ સંમેલનમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્ય પશુપાલન વિભાગના નિયામક ડૉ. ફાલ્ગુની ઠાકર,  ડૉ. ડી.કે. પટેલ, ડૉ. ભગીરથભાઈ પટેલ, ડૉ. ડી.વી. જોશી અને ડૉ. સંજય ડાભી જેવા પશુચિકિત્સા ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ૭૦ થી વધુ નિવૃત્ત પશુચિકિત્સકો અને પશુપાલન અધિકારીઓએ ભાગ લીધો હતો.

Advertisement