વિરસદના બનાવટી વિદેશી દારૂ કેસમાં આણંદ LCBની વધુ એક કાર્યવાહી!

વિરસદના બનાવટી વિદેશી દારૂ કેસમાં આણંદ LCBની વધુ એક કાર્યવાહી!

વિરસદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બનાવટી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં આણંદ LCBએ વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે.

LCBની ટીમે આ કેસમાં સંડોવાયેલા અરવિંદભાઈ ઉર્ફે ભગુ ભારતસિંહ પરમાર, રહે. વખતપુરા ખેતર, અનગઢ, તા. અને જી. વડોદરાની ધરપકડ કરી છે. આરોપીને ગઈકાલે રાત્રિના સમયે ઝડપી લેવામાં આવ્યો હતો.

ધરપકડ બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેને બે દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો છે.

હવે રિમાન્ડ દરમિયાન પોલીસ આરોપીની સઘન પૂછપરછ કરશે. જેમાં આ બનાવટી વિદેશી દારૂના કારોબારમાં તેની ચોક્કસ ભૂમિકા શું હતી, તેની સાથે અન્ય કોણ-કોણ સંકળાયેલા હતા અને દારૂ બનાવવાની કામગીરી કેવી રીતે ચલાવવામાં આવતી હતી તે સહિતના મુદ્દાઓ પર તપાસ હાથ ધરાશે.

આરોપીની પૂછપરછમાંથી બનાવટી દારૂના આ સમગ્ર નેટવર્ક અંગે વધુ મહત્વપૂર્ણ વિગતો સામે આવે તેવી શક્યતા છે, સાથે જ આ ગુનામાં સંડોવાયેલા અન્ય શખ્સો સુધી પહોંચવામાં પણ પોલીસને મહત્વની કડીઓ મળી શકે છે.