કરમસદ આણંદ મનપામાં વિદ્યાનગરનો સમાવેશ થયા બાદ સફાસફાઇના અભાવે શહેર નકાગારમાં ફેરવાઇ રહ્યું છે. વિદ્યાનગર શહેરના ખુલ્લા પ્લોટમાં કચરા નિકાલ કરવામાં આવે છે.મૃત પશુઓ ફેંકી જતા હોવાથી સ્થાનિક રહીશોને રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઇ રહી છે.જે બાબતે સ્થાનિક રહીશો દ્વારા મનપામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ જ પગલાં લેવાતા નથી. જેને લઇને નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વિદ્યાનગર શહેરમાં છેલ્લા કેટલાંક સમયથી સાફસાફાઇનો અભાવ જોવા મળે છે. વિદ્યાનગરનો આણંદ મનપામાં સમાવેશ થયો હોવા છતાં ડમ્પીંગ સાઇડમાં કચરાનો નિકાલ કરવા માટે કોઇ જ આયોજન હાથ ધરવામાં આવતું નથી. હાલમાં વિદ્યાનગર શહેરના વિનુકાકા માર્ગ નજીક એક ખુલ્લો પ્લોટ આવેલો છે. જેમાં છેલ્લા કેટલાંય સમયથી કચરો ઢાલવવામાં આવતો હોવે છે. જેના કારણે કચરાના ઢગ એકાદ કિમી દૂર ખટકાય ગયા છે. તેમજ કેટલાંક લોકો મૃત પશુઓ નાંખી જાય છે.જેના કારણે ભારે દુર્ગધ મારે છે. આજુબાજુ નાની મોટી 20થી વધુ સોસાયટીઓ આવેલી છે. હાલમાં ગંદકીને કારણે ચાલીને નીકળતા લોકોને મોઢા પર રૂમાલ રાખીને પસાર થવું પડે છે.ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની સંભાવના છે. તેમ છતાં મપના દ્વારા કોઇ જ પગલાં લેવાતા નથી.
વિદ્યાનગરમાં ડમ્પીંગ સાઇડનો વર્ષોથી અભાવ
વિદ્યાનગર પાલિકા હતી ત્યારે કચરાન નિકાલ માટે કરમસદ કે આણંદ ડમ્પીગ સાઇંડ નાંખવા માટે મંજૂરી લઇને નાણાં ભરવા પડતા હતા. ત્રણ વર્ષ અગાઉ આ બાબતે પાલિકામાં ડંખો થયો હતો. જો કે હાલમાં મનપા હેઠળ આણંદ,કરમસદ સહિતના તમામ ડમ્પીગ સ્ટેશન આવેલા છે. તેમ છતાં વિદ્યાનગરના કચરાનો નિકાલ ડમ્લીંગ સ્ટેશન કયાં કારણોસર કરવામાં આવતો નથી. તે પ્રશ્ન ઉઠવા પામ્યો છે.હાલમાં તો કચરા વિદ્યાનગર શહેરના ખુલ્લા પ્લોટોમાં કરવામાં આવતો હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.