વિદ્યાનગર સ્થિત સહયોગ હોટલનો 7 લાખનો વેરો બાકી પડતાં સીલ
આણંદના વિદ્યાનગર રોડ પર આવેલા સહયોગ હોટલના સંચાલકો છેલ્લા 5 વર્ષ કરતાં વઘુ સમયથી મિલકત વેરો ભર્યો ન હતો. 7 લાખ ઉપરાંતનો ટેકસ બાકી પડતો હતો. જે બાબતે દર વર્ષે નોટીસ આપવા છતાં ભરતા ન હતા. મનપા કમિશ્નરની સુચના મુજબ ટેકસ વિભાગની ટીમોએ શુક્રવાર સાંજે વિદ્યાનગર રોડ પર બાકી પડતા ટેકસની વસુલાત માટે સ્થળ તપાસ હાથધરી હતી. સહયોગ હોટલનો પાંચ વર્ષથી ટેકસ બાકી પડતો હતો. જેથી ટેકસ ઉઘરાણી કરતાં તેઓ ન ભરી શકતાં સીલ મારી દેવામાં આવ્યું છે.
આણંદ મનપાના ટેકસ વિભાગ દ્વારા હાલમાં વર્ષોથી ટેકસ ન ભરતા હોય તેવા બાકીદારો સામે લાલ આંખ કરી છે.શુક્રવારે વિદ્યાનગર રોડ પર આવેલી સહયોગ હોટલનો 7 લાખ બાકી પડતો હતો. જેથી મનપાએ આખરી નોટીસ પાઠવીને વેરો ભરી દેવા જણાવ્યું હતું. તેમ છતાં વેરો ન ભરતાં મનપા ટીમે હોટલ પર પહોંચી ગઇ હતી. તેમ છતાં તેઓ ટેકસ ન ભરતાં આખરે સીલ મારી દેવામાં આવ્યું છે.આ ઉપરાંત શહેરની અન્ય એક હોટલને સીલ મારવાની તજવીજ હાથ ધરી છે. આગામી સોમવારથી ઝુંબેશ વધુ તેજ બનાવવામાં આવશે તેમ ટેકસ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.