Advertisement

વહીવટી તંત્રની અનોખી પહેલ: ઉમરેઠ પેટાચૂંટણીમાં મતદારો માટે 'ફ્રી પીકઅપ-ડ્રોપ' સુવિધા, 6 વાહનો તૈનાત

વહીવટી તંત્રની અનોખી પહેલ: ઉમરેઠ પેટાચૂંટણીમાં મતદારો માટે 'ફ્રી પીકઅપ-ડ્રોપ' સુવિધા, 6 વાહનો તૈનાત

આણંદ, ગુરૂવાર::::: આણંદ જિલ્લામાં 111 ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન આજે વહેલી સવારે 7-00 કલાકથી શરૂ થયું છે.

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા વિધાનસભા મત વિસ્તારના ગામો ખાતે 06 જેટલા વાહનો મતદારોને પોતાના ઘરેથી મતદાન મથક સુધી લાવવા અને લઈ જવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. 

આ વાહનની સુવિધા નો લાભ મેળવીને મતદારો વહેલી સવારથી જ મતદાન કરી રહ્યા છે. 

Advertisement