Advertisement

વેટેરીનરી કૉલેજ, કામધેનુ યુનિવર્સિટી, આણંદ ખાતે નવનિર્માણ પામનાર ડૉ. મહેન્દ્ર એન્ડ ડૉ.ચંદ્રા વરીયા કોમ્યુનીટી સેન્ટરનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું.

વેટેરીનરી કૉલેજ, કામધેનુ યુનિવર્સિટી, આણંદ ખાતે નવનિર્માણ પામનાર ડૉ. મહેન્દ્ર એન્ડ ડૉ.ચંદ્રા વરીયા કોમ્યુનીટી સેન્ટરનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું.

એલુમ્ની અસોસિયેશન ઓફ વેટરનરી કોલેજ આણંદ (AAVCA), પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિધાલય, કામધેનુ યુનિવર્સિટી, આણંદ દ્વારા નવનિર્માણ પામનાર “ડૉ. મહેન્દ્ર એન્ડ ડૉ. ચંદ્રા વરીયા કોમ્યુનીટી સેન્ટર” ના બાંધકામ માટેનું ભૂમિપૂજન તા ૧૮/૦૨/૨૦૨૬ ના રોજ કરવામાં આવ્યું. વેટેરીનરી કોલેજ આણંદમાંથી પાસ થયેલ ભૂતપૂર્વે વિધ્યાર્થીઓના સંગઠન (AAVCA) ને “ડૉ. મહેન્દ્ર એન્ડ ડૉ. ચંદ્રા વરીયા કોમ્યુનીટી સેન્ટર” ના બાંધકામ માટે વરિયા ફેમિલી ફાઉન્ડેશનના ટ્રસ્ટી ડૉ. ચંદ્રાબેન વારિયા ધ્વારા અનુદાન મળેલ છે. આ ભૂમિ પૂજનના કાર્યક્રમમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર આણંદના વરિષ્ઠ સંત સાધુ ભગવતચરણદાસ, કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગરના માનનીય કુલપતિ શ્રી ડો. પી. એચ. ટાંક તથા આણંદ કૃષિ યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ શ્રી ડો. એન સી પટેલ, વેટેરીનરી કોલેજના આચાર્યશ્રી ડૉ. એફ પી સાવલિયા, બીએપીએસ મંદિર આણંદના સંત જ્ઞાનમૂર્તિ અને અન્ય યુનિવર્સિટીના અધિકારીશ્રીઓ, ભૂતપૂર્વ આચાર્યશ્રી, ભૂતપૂર્વ પ્રાધ્યાપક, સ્ટાફગણ તેમજ વિધાર્થીઓ હાજર રહ્યા. આ બનનાર કોમ્યુનિટી સેન્ટર વિધ્યાર્થીઓના વિવિધ પ્રવુર્તિઓ માટે જેવી કે ગેસ્ટ લેક્ચર, શૈક્ષણિક બેઠકો, તાલીમ કાર્યક્રમો અને સમુદાય-લક્ષી કાર્યક્રમો માટે બહુહેતુક કેન્દ્ર તરીકે ઉપયોગમાં લેવાશે. ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન અને સંચાલન ડૉ.એ.સી.પટેલ, સહપ્રાધ્યાપક અને વડા,એ. જી. બી વિભાગ દ્વારા ડો. એફ. પી. સાવલિયા, આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતું.

Advertisement