નડિયાદ તાલુકાના વડતાલ પ્રત્યે એસટી ડેપોાનું ઓરમાયું વર્તન હોવાની બૂમો ઉઠવા પામી છે. વડતાલથી સવારે ૧૦.૨૦ કલાકે એક બસ બોરસદ ડેપોની ઉપડ્યા બાદ સીધી ૧૨.૨૦ કલાકે બીજી બસ નડિયાદ જવા માટે ઉપડે છે. જેથી વેકેશનમાં વડતાલ મંદિરે આવતા શ્રદ્ઘાળુઓ તથા રોજના ઉપડાઉન કરતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. આ અંગે વારંવારની રજૂઆત છતાં પણ એસટી તંંત્રએ કોઈ જાતનું ધ્યાન ના આપ્યું હોવાના આક્ષેપો પ્રજા કરે છે ત્યારે નડિયાદ એસટી ડેપો દ્વારા વડતાલથી ૧૧.૧૫ વાગે નડિયાદ જવા માટે બસ એવી એક બસની વ્યવસ્થા કરે તેવી માંગ ઉઠવા પામી છે.
નડિયાદથી વાયા વડતાલ થઈ કરમસદ જતી એક એસટી બસ છેલ્લા ઘણાં સમયથી બંધ કરી છે. જે એસટી બસ કરમસદથી પરત વડતાલ ૧૧.૧૫ વાગે આવી નડિયાદ તરફ જતી હતી. જેના કારણે ઘણાં મુસાફરોને લાભ મળતો હતો. પરંતુ કોઈ અગમ્ય કારણોસર બે અઢી મહિનાથી આ એસટી બસ નડિયાદ એસટી ડેપો દ્વારા બંધ કરી દેવામાં આવી છે. તેના એવજેમાં કોઈ કોઈ દિવસે એક વડતાલનું શટલ દોડાવવામાં આવતું હતું તે પણ અનિયમિત હોય તેનો લાભ મુસાફો લઈ શકતા ન હતા. આ વડતાલનું શટલ પણ નડિયાદ એસટી ડેપો દ્વારા છેલ્લા ૨૦ દિવસથી બંધ કર્યું છે.
જેથી વડતાલથી સવારે ૧૦.૨૦ કલાકે બોરસદ ડેપોની એક બસ બોરસદ-વિદ્યાનગર વડતાલ થઈ નડિયાદ જાય છે એ બસ ગયા બાદ નડિયાદ જવા માટે વડતાલથી સીધી ૧૨.૨૦ કલાકે એસટી બસ મળે છે. વચ્ચે બે અઢી કલાક માટે એકપણ બસ વડતાલથી નડિયાદ જવા વડતાલથી સીધી ૧૨.૨૦ કલાકે એસટી બસ મળે છે. વચ્ચે બે અઢી કલાક માટે એકપણ બસ વડતાલથી નડિયાદ જવા માટે મળતી નથી. જેના કારણે મુસાફરોને ખાનગી વાહનોમાં ઘેટા બકરાંની જેમ મુસાફરી કરવાનો વખત આવ્યો છે. વડતાલ મંદિરે વેકેશનમાં મોટી સંખ્યામાં દૂર દૂરથી ભક્તો આવતા હોય છે. તેમની ઘણી તકલીફ પડે છે. જે અજાણ્યા ભક્તો હોય રીક્ષાવાળા પણ મન ફાવે તેવું ભાડું વસૂલ કરતા હોય છે. તો વળી કાયમના અપડાઉન કરતા મુસાફરોને પણ એસટી તંત્રના ઓરમાયા વર્તનને લઈ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે વડતાલથી સવારે ૧૧.૧૫ કલાકે એક બસ મુકવામાં આવે તો વડતાલ, રાવલી, સંજાયા, રાજનગર, મુજપુરા તેમજ નરસંડાના મુસાફરોને આનો લાભ મળી શકે તેમ છે. નડિયાદ એસટી ડેપો દ્વારા આવું આયોજન થશે ખરું ?
હું તપાસ કરીને વ્યવસ્થા કરાવું છું : ડેપો મનેજર
નડિયાદ એસટી ડેપો મેનેજરને પૂછતા તેમણે જણાવ્યું હતું કે સવારે બે કલાક વચ્ચે વડતાલથી નડિયાદ જવા માટે એસટી બસ નથી એ મારા ધ્યાનમાં આવ્યું છે. હું વ્યવસ્થા કરાવું છું. જેથી મુસાફરોને તકલીફ ના પડે. નડિયાદ એસટી ડેપોના મનેજરના ધ્યાનમાં આ વાત હોવા છતાં પણ અત્યાર સુધી તે વ્યવસ્થા કેમ કરાવી શક્યા નથી? એ પ્રશ્ન પણ ઉઠ્યો છે.