વડોદરા જિલ્લાના જરોદમાં ગુજરાત ATSએ મોટી કાર્યવાહી કરી છે. જરોદ બસ સ્ટેશન નજીક રનિંગ કારમાંથી અત્યાધુનિક હથિયારોનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા એક શખસની અટકાયત કરવામાં આવી છે.
પ્રાથમિક વિગતો અનુસાર, પકડાયેલા શખસ પાસેથી એક AK-47 રાઇફલ અને 23 જીવતા કારતૂસ મળી આવ્યાં છે. આરોપી મૂળ આસામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
હાલ ગુજરાત ATS દ્વારા આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. આ હથિયારો ક્યાંથી લાવવામાં આવ્યાં હતાં, ગુજરાતમાં કોને પહોંચાડવાનાં હતાં અને તેની પાછળ અન્ય કોઈ નેટવર્ક સક્રિય છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. આ ઓપરેશન બાદ સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની છે.