વડોદરાના ચકચારી ભાયલી ગેંગરેપ કેસમાં આજે પાંચેય દોષિતોને સજા સંભળાવવામાં આવશે.

વડોદરાના ચકચારી ભાયલી ગેંગરેપ કેસમાં આજે પાંચેય દોષિતોને સજા સંભળાવવામાં આવશે.

વડોદરાના ચકચારી ભાયલી ગેંગરેપ કેસમાં આજે પાંચેય દોષિતોને સજા સંભળાવવામાં આવશે.

22 મહિના સુધી ચાલેલા કેસમાં 20 ઓગસ્ટે વડોદરા પોક્સો કોર્ટે પાંચેય આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા.

આજે એટલે કે 25 ઓગસ્ટે સજા અંગેની દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટ સજાનો નિર્ણય સંભળાવશે. વકીલોના જણાવ્યા પ્રમાણે આરોપીઓને આજીવન કેદથી લઈને ફાંસી સુધીની સજા થઈ શકે છે.

આ સમગ્ર ઘટના 4 ઓક્ટોબર, 2024ના રોજ નવરાત્રિના બીજા નોરતાની રાત્રે બની હતી. 16 વર્ષની સગીરા પોતાના મિત્ર સાથે ગરબા રમવા ગઈ હતી અને ત્યારબાદ બંને ભાયલીના એક નિર્જન વિસ્તારમાં બેઠા હતા.

તે દરમિયાન બે બાઈક પર પાંચ શખ્સો ત્યાં પહોંચ્યા. આરોપીઓએ બંનેને ધમકાવી તેમના ટુ-વ્હીલરની ચાવી લઈ લીધી હતી. શરૂઆતમાં બે આરોપીઓએ સગીરા સાથે શારીરિક છેડછાડ કરી હતી. સગીરાએ મદદ માટે બૂમો પાડતા બે આરોપીઓ ત્યાંથી ભાગી ગયા, જ્યારે બાકીના ત્રણ આરોપીઓએ સગીરાના મિત્રને પકડી રાખી સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

આરોપીઓએ સગીરાનો મોબાઈલ ફોન પણ લઈ લીધો હતો અને પુરાવાનો નાશ કરવાના હેતુથી તેને વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધો હતો.

ઘટનાસ્થળે CCTV ન હોવાથી પોલીસ સામે આરોપીઓ સુધી પહોંચવાનો મોટો પડકાર હતો. જોકે પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે 1,100થી વધુ CCTV અને આશરે 45 કિલોમીટરના રૂટના ફૂટેજ તપાસ્યા હતા. સાથે જ 200થી વધુ પોલીસકર્મીઓની ટીમોએ આશરે 3 કિલોમીટરના વિસ્તારમાં 1,000થી વધુ ઘરોની તપાસ કરી હતી.

સરકારી વકીલના જણાવ્યા અનુસાર, પોલીસે રજૂ કરેલા સાંયોગિક, મેડિકલ અને અન્ય પુરાવાઓની તમામ કડીઓ કોર્ટે માન્ય રાખી છે.

હવે આજે કોર્ટના ચુકાદા બાદ આ પાંચેય દોષિતોને કેટલી સજા થશે, તેના પર સૌની નજર છે.