Advertisement

વડોદરાના બકરાવાડી વિસ્તારમાં ઘરેલુ વિવાદ બાદ મહિલાનું ચાકુથી મોત, પતિ સામે હત્યાનો ગુનો નોંધાયો

વડોદરાના બકરાવાડી વિસ્તારમાં ઘરેલુ વિવાદ બાદ મહિલાનું ચાકુથી મોત, પતિ સામે હત્યાનો ગુનો નોંધાયો

વડોદરાના બકરાવાડી વિસ્તારમાં ગત મોડી રાત્રે ઘરેલુ વિવાદ એક ગંભીર ઘટનામાં ફેરવાયો હતો. નારાયણ એવન્યુમાં રહેતા બંટી નામના વ્યક્તિ અને તેની પત્ની વચ્ચે સામાન્ય બોલાચાલી થતાં ઝઘડો ઉગ્ર બન્યો હતો. મળતી માહિતી મુજબ, ગુસ્સામાં આવેલા પતિએ ઘરમાં રહેલા ચાકુ વડે પત્ની પર હુમલો કર્યો હતો, જેના કારણે મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસ દ્વારા મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement