વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં પાણીની ટાંકી પાસે ચાલી રહેલી કામગીરી દરમિયાન એક આશ્ચર્યજનક ઘટના સામે આવી હતી. મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહેલા ઊંટનો પગ અચાનક પાણીના વાલ્વના ખુલ્લા ભાગમાં ફસાઈ ગયો હતો, જેના કારણે તે રસ્તા પર પડી ગયો હતો. ઘટનાને જોઈ આસપાસના લોકો અને વાહનચાલકો તરત જ મદદ માટે દોડી આવ્યા અને લગભગ અડધો કલાક મહેનત કરીને ઊંટનો પગ બહાર કાઢવામાં સફળતા મળી હતી. કામગીરી માટે સ્થળ પર બેરીકેડ મૂકવામાં આવ્યા હોવા છતાં આ ઘટના બનતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું.
વડોદરામાં આશ્ચર્યજનક બનાવ: કારેલીબાગ વિસ્તારમાં ઊંટનો પગ ફસાયો