વડોદરા જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ, દિવસભર છૂટાછવાયા વરસાદની આગાહી.

વડોદરા જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ, દિવસભર છૂટાછવાયા વરસાદની આગાહી.

વડોદરા જિલ્લામાં આજે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની સ્થિતિ યથાવત છે. છેલ્લા કેટલાક દિવસોની સરખામણીએ વરસાદનું જોર ઘટતાં વહીવટી તંત્ર અને રાહત-બચાવ ટીમોને થોડી રાહત મળી છે.

ચાલુ ચોમાસામાં વડોદરા શહેરમાં અત્યાર સુધી 407 મિમી અને સમગ્ર જિલ્લામાં 333 મિમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે તેમજ નીચાણવાળા વિસ્તારોમાં જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.