વાહ રે પૂજારીજી, વાહ! દિવસે પૂજા અને રાત્રે દારૂની મહેફિલ!

વાહ રે પૂજારીજી, વાહ! દિવસે પૂજા અને રાત્રે દારૂની મહેફિલ!

જુનાગઢના હનુમાનધારા મંદિરના પૂજારીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં પૂજારી વિશાલ અગ્રાવત પોતાના મિત્ર સાથે દારૂની પાર્ટી કરતા જોવા મળી રહ્યા છે.

હવે ભાઈ, સવાર પડે એટલે પૂજા-પાઠ અને રાત પડે એટલે ‘પેગ-પાઠ’? 

જે પૂજારીજી દિવસ દરમિયાન સંસ્કારોની વાત કરતા હોય, તેમના જ આવા વીડિયો સામે આવતા સોશિયલ મીડિયા પર સવાલો ઉઠી રહ્યા છે.

અને વાત માત્ર પૂજારીજી સુધી સીમિત નથી… ગિરનાર જેવી પવિત્ર ધરતીની ગરિમા પણ સવાલોના ઘેરામાં આવી ગઈ છે.

પણ સૌથી મોટો સવાલ તો એ છે કે ગુજરાતને ‘ડ્રાય સ્ટેટ’ કહેવામાં આવે છે…

તો ભાઈ, આ દારૂ આવે છે ક્યાંથી?

હનુમાનધારા સુધી તો પહોંચ્યો… હવે જવાબદાર સુધી ક્યારે પહોંચશે?