વાડજ અને મકરબા ઓવરબ્રિજનું આજે ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ થયું.

વાડજ અને મકરબા ઓવરબ્રિજનું આજે ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ થયું.

અમદાવાદના બે મહત્વના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાને લઈને વાહનચાલકોને હવે મોટી રાહત મળવાની છે. 🚗


વાડજ અને મકરબા ઓવરબ્રિજનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બંને બ્રિજનું લોકાર્પણ થયું. થયું.


વાડજ અને મકરબા વિસ્તારમાં દરરોજ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે. ત્યારે આ બંને ઓવરબ્રિજ શરૂ થતાં ટ્રાફિકનું ભારણ ઘટવાની સાથે વાહનચાલકોનો સમય પણ બચશે.


વાત કરીએ વાડજ ફ્લાયઓવરની તો, ₹127.92 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે.


જ્યારે ₹97.60 કરોડના ખર્ચે મકરબા રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે.


એટલે અમદાવાદીઓ માટે સીધી વાત—

જ્યાં રોજ ટ્રાફિકમાં સમય જતો હતો, ત્યાં હવે બ્રિજ પરથી સફર વધુ સરળ બનશે! 🚦


બંને બ્રિજ શરૂ થતાં શહેરના વાહનવ્યવહારને નવી ગતિ મળવાની આશા છે.