Advertisement

UPSCમાં ગુજરાતનો જલવો, 34 દીકરા-દીકરીઓએ મેળવ્યું સફળતા શિખર

UPSCમાં ગુજરાતનો જલવો, 34 દીકરા-દીકરીઓએ મેળવ્યું સફળતા શિખર

UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2025 માં ગુજરાતના કુલ 34 જેટલા તેજસ્વી દીકરા-દીકરીઓ ઉત્તીર્ણ થયા છે, જે આપણા રાજ્ય માટે અત્યંત ગૌરવની વાત છે. સફળતા મેળવનાર સૌ ઉમેદવારોને હાર્દિક અભિનંદન સહ ઉજ્જ્વળ ભવિષ્યની હાર્દિક શુભકામના પાઠવું છું.


SPIPA - ગુજરાત સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પૂરી પાડવામાં આવતી ઉત્તમ તાલીમ, પ્રોત્સાહક વાતાવરણ અને રાજ્યના યુવાનોની અથાગ મહેનત આજે સફળતાના શિખરો સર કરી રહી છે, તેની મને ખુશી છે. 


માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ “વિકસિત ભારત@ 2047"નું મહાન વિઝન આપણી સામે મૂક્યું છે. આ વિઝનને સાકાર કરવામાં આપ સૌ પોતાની વહીવટી કુશળતાથી શ્રેષ્ઠ યોગદાન આપશો, અને રાષ્ટ્રસેવા તથા જનકલ્યાણના ભાવને સર્વોપરી રાખીને ગુડ ગવર્નન્સની નવી મિસાલ કાયમ કરશો તેવો મને વિશ્વાસ છે.


આપની આ સિદ્ધિ અન્ય લાખો યુવાનો માટે પ્રેરણારૂપ બની રહેશે.



Advertisement