નડિયાદ-ડાકોર ચાર માર્ગીય હાઇવેની કામગીરી દરમ્યાન ઉમરેઠ નજીક કેટલાક સમયથી ઓડ ચોકડી હાઇવેની કામગીરીમાં રોડની બાજુમાં કપચી-મેન્ટલના પથ્થરોના ઢગલા કરાયા હતા.જેના કારણે છેલ્લા બે માસમાં ખાસ કરીને ટુ વ્હીલરો સ્લીપ ખાઇ ગયાના, અકસ્માતના બનાવો બની રહ્યા છે. દરમ્યાન આણંદ માર્ગ-મકાન વિભાગના કા.ઇજનેર જીગર પટેલે જણાવ્યું હતું કે, ઉમરેઠથી ઓડ તરફ જતો જંકશન ત્રિમાર્ગીય રસ્તો છે. જેને કામચલાઉ એપ્રોચ બનાવ્યો હતો અને ખાડા પુરાણ માટે રોડની એકતરફે વેટમીકસ મૂકી રાખવામાં આવ્યું છે. જો કે આ જંકશન માર્ગનું ડામર કામ કરવામાં આવ્યું હોવાથી નાના, મોટા વાહનચાલકોને અવરજવર માટે સરળ, સલામત માર્ગ ઉપલબ્ધ થશે.
ઉમરેઠથી ઓડ માર્ગ હવે ડામર થયો, વાહનચાલકોને રાહત
ઉમરેઠથી ઓડ માર્ગ હવે ડામર થયો, વાહનચાલકોને રાહત