આણંદ: ઉમરેઠ તાલુકાના બડાપુરા ગામમાં યુવકના આ*પઘા*તના બનાવમાં ત્રણ દિવસ બાદ નવો વળાંક આવ્યો છે. યુવકની અંતિમવિધિ પૂર્ણ થયા બાદ તેના કપડાં ધોવા માટે કાઢવામાં આવતાં પેન્ટના ખિસ્સામાંથી સ્યુ*સાઇડ નોટ મળી આવી હતી. આ ચિઠ્ઠીમાં રૂ. 2 લાખની ઉઘરાણી અને ધમકીઓથી પરેશાન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે પરિવારે સ્યુ*સા*ઇડ નોટ ભાલેજ પોલીસને સોંપી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, બડાપુરા ગામમાં રહેતા ધર્મેશભાઈ વિનુભાઈ તળપદાએ ત્રણ દિવસ અગાઉ પોતાના ઘર નજીક આવેલા બાવળના ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવની જાણ થતાં પરિવારજનોએ ગામના સરપંચને જાણ કરી હતી, ત્યારબાદ સરપંચ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન કોઈ ચિઠ્ઠી હોય તો તપાસવા અંગે જણાવવામાં આવ્યું હતું. જોકે, તે સમયે પરિવારજનોને કોઈ ચિઠ્ઠી મળી ન આવતાં મૃ*તકની અંતિમવિધિ પૂર્ણ કરવામાં આવી હતી.
દરમિયાન, શુક્રવારે મૃ*તકની બહેન તેના કપડાં ધોવા માટે કાઢી રહી હતી ત્યારે પેન્ટના ખિસ્સામાંથી રૂ. 176 રોકડા અને એક સ્યુ*સા*ઇડ નોટ મળી આવી હતી. અંતિમવિધિના ત્રણ દિવસ બાદ આ ચિઠ્ઠી મળી આવતાં પરિવારજનો ચોંકી ઊઠ્યા હતા.
ચિઠ્ઠીમાં ધર્મેશભાઈએ પોતે સરકારી સફાઈકર્મી તરીકે ફરજ બજાવતા હોવાનું લખ્યું હતું. વધુમાં, તારાપુરના શ્રીરામ બગીવાળા તરીકે ઉલ્લેખિત ભરતભાઈ લાલજીભાઈ દ્વારા વારંવાર ધમકી આપવામાં આવતી હોવા અને રૂ. 2 લાખની માગણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો. પોતાની પાસે નાણાં ન હોવા છતાં આ રીતે દબાણ કરવામાં આવતું હોવાનું તેમજ પોતાના માતા-પિતા અને પરિવારનો કોઈ વાંક ન હોવાનો ઉલ્લેખ પણ ચિઠ્ઠીમાં કર્યો હોવાનું જણાવાયું છે.
સ્યુસાઇડ નોટમાં લાલજીભાઈ બાબુભાઈ, અશોકભાઈ લાલજીભાઈ, ભરતભાઈ લાલજીભાઈ, વિજયભાઈ ભાનુભાઈ, ભાનુભાઈ ચતુરભાઈ અને અર્જુનભાઈ સહિતનાં નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
હાલમાં આ સ્યુ*સા*ઇડ નોટ ભાલેજ પોલીસને સોંપવામાં આવી છે. ચિઠ્ઠીમાં કરવામાં આવેલા આક્ષેપોની સત્યતા અને સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસ તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે. ઉલ્લેખનીય છે કે, સ્યુ*સા*ઇડ નોટમાં નામોનો ઉલ્લેખ થવો એ પોતે જ કોઈ વ્યક્તિનો ગુનો સાબિત કરતું નથી.