Advertisement

ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીમાં હર્ષદભાઈ પરમારનો જંગી પ્રચાર, જનસંપર્ક રેલીને મળ્યો ઉત્સાહભર્યો પ્રતિસાદ

ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીમાં હર્ષદભાઈ પરમારનો જંગી પ્રચાર, જનસંપર્ક રેલીને મળ્યો ઉત્સાહભર્યો પ્રતિસાદ

ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદભાઈ પરમાર દ્વારા ભવ્ય જનસંપર્ક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં સ્થાનિક કાર્યકરો અને સમર્થકોનો ભારે ઉમાળો જોવા મળ્યો હતો. રેલી દરમિયાન હર્ષદભાઈ પરમારે વિવિધ વિસ્તારોમાં જઈને મતદારો સાથે સીધો સંપર્ક સાધ્યો અને ભાજપની વિકાસમૂખી નીતિઓ વિશે જાણકારી આપી.


આ પ્રસંગે આણંદ જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ હર્ષ શહેરાવાળા, ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ હાર્દિક પટેલ સહિત અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 


ભાજપના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ વખતે ઉમરેઠ વિધાનસભામાં કમળ ખીલશે અને હર્ષદભાઈ પરમાર ભવ્ય બહુમતીથી વિજયી બનશે. જનસંપર્ક રેલીને મળેલો પ્રતિસાદ ભાજપ માટે શુભ સંકેત માનવામાં આવી રહ્યો છે.

Advertisement