ઉમરેઠ: ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા-ચૂંટણીની મતગણતરી હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. ૧૧માં રાઉન્ડથી શરૂ કરીને ૧૮માં રાઉન્ડ સુધી ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે જે રીતે લીડ જાળવી રાખી છે, તેનાથી તેમની જીત નિશ્ચિત જણાઈ રહી છે.
રાઉન્ડ મુજબ સચોટ આંકડાકીય માહિતી:
૧૧મો રાઉન્ડ: ભાજપના હર્ષદ પરમાર ૧૪,૯૬૦ મતોથી આગળ.
૧૨મો રાઉન્ડ: ભાજપના હર્ષદ પરમાર ૧૮,૭૫૩ મતોથી આગળ.
૧૩મો રાઉન્ડ: ભાજપના હર્ષદ પરમાર ૨૦,૮૧૮ મતોથી આગળ.
૧૪મો રાઉન્ડ: ભાજપના હર્ષદ પરમાર ૧૯,૫૨૨ મતોથી આગળ.
૧૫મો રાઉન્ડ: ભાજપના હર્ષદ પરમાર ૨૦,૩૬૩ મતોથી આગળ.
૧૬મો રાઉન્ડ: ભાજપના હર્ષદ પરમાર ૨૧,૯૩૭ મતોથી આગળ.
૧૭મો રાઉન્ડ: ભાજપના હર્ષદ પરમાર ૨૩,૮૨૫ મતોથી આગળ.
૧૮મો રાઉન્ડ: ભાજપના હર્ષદ પરમાર ૨૬,૬૬૬ મતોની તોતિંગ લીડ સાથે જીત તરફ.
૧૮ રાઉન્ડના અંતે કુલ મતોની સ્થિતિ:
હર્ષદ પરમાર (ભાજપ): ૬૯,૮૫૧ મત
ભૃગૃરાજસિંહ ચૌહાણ (કોંગ્રેસ): ૪૩,૧૮૫ મત
કુલ લીડ: ૨૬,૬૬૬ મત (ભાજપ આગળ)