Advertisement

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 23 એપ્રિલે, મુખ્ય નિર્વાચન અધિકારીએ તૈયારીઓની સમીક્ષા કરી

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 23 એપ્રિલે, મુખ્ય નિર્વાચન અધિકારીએ તૈયારીઓની સમીક્ષા કરી

111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે 23 એપ્રિલે મતદાન યોજાનાર છે, જેને ધ્યાનમાં રાખીને ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી સંદીપ સાંગલેએ આણંદ ખાતે આવી ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી હતી અને અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી હતી કે ચૂંટણી માટે નોડલ અધિકારીઓની નિમણૂક, ખર્ચ મોનિટરિંગ ટીમોની રચના, અધિકારીઓ-કર્મચારીઓની તાલીમ અને ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ જેવી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ મતદાર જાગૃતિ માટે પણ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

આ પ્રસંગે મુખ્ય નિર્વાચન અધિકારીએ આણંદના ડેડીકેટેડ ઈવીએમ વેરહાઉસની મુલાકાત લઈ ત્રિમાસિક ઇન્સ્પેક્શન કર્યું હતું અને ઈવીએમના પ્રથમ તબક્કાના FLC અંગે માહિતી મેળવી હતી. ચૂંટણી પંચના નિયમો મુજબ 200% ઈવીએમ ચેકિંગની પ્રક્રિયા ચાલી રહી છે અને સમગ્ર વ્યવસ્થા પારદર્શક રીતે થાય તે માટે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.

Advertisement