Advertisement

ઉમરેઠ પેટાચૂંટણીમાં ભાજપ આગળ, પ્રારંભિક રુઝાનોમાં હર્ષદ પરમારને લીડ

ઉમરેઠ પેટાચૂંટણીમાં ભાજપ આગળ, પ્રારંભિક રુઝાનોમાં હર્ષદ પરમારને લીડ

ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી દરમિયાન પ્રારંભિક રુઝાનો સામે આવ્યા છે. અત્યાર સુધીના ત્રણ રાઉન્ડ પૂર્ણ થયા બાદ ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર આગળ ચાલી રહ્યા છે. મળતી માહિતી મુજબ હર્ષદ પરમારે અંદાજે 6 હજાર મતોથી લીડ મેળવી છે, જેના કારણે ભાજપમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.


મતગણતરી હજુ ચાલુ હોવાથી આગામી રાઉન્ડમાં પરિણામોમાં ફેરફાર થવાની શક્યતા યથાવત છે. અંતિમ પરિણામ જાહેર થાય ત્યાં સુધી રાજકીય વર્તુળો અને મતદારોની નજર ઉમરેઠ બેઠક પર જ ટકેલી છે.


Advertisement