ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી દરમિયાન પ્રારંભિક રુઝાનો સામે આવ્યા છે, જેમાં ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. અત્યાર સુધીના ત્રણ રાઉન્ડના અંતે હર્ષદ પરમારે અંદાજે 6 હજાર મતોથી લીડ મેળવી છે, જે ભાજપ માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે. મતગણતરી કેન્દ્ર ખાતે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાઓ વચ્ચે પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી છે.
મતગણતરીના આગળના રાઉન્ડ્સ સાથે અંતિમ પરિણામ અંગે વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે, જેના કારણે રાજકીય વર્તુળો અને મતદાતાઓ બંનેમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. હાલના રુઝાનોને ધ્યાનમાં લેતા ભાજપનું પલ્લું ભારે લાગે છે, જોકે આખરી પરિણામ માટે હજુ થોડો સમય રાહ જોવી પડશે.