ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરીમાં ચોથા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ પરમાર મજબૂત સ્થિતિમાં આગળ ચાલી રહ્યા છે. હાલના આંકડા મુજબ હર્ષદભાઈ પરમારને કુલ 16,671 મત મળ્યા છે, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી ભૃગૃરાજસિંહ ચૌહાણને 9,350 મત મળ્યા છે. આ રીતે ભાજપના ઉમેદવાર 7,281 મતોથી આગેવાની મેળવી રહ્યા છે.
મતગણતરી આગળ વધતાં ભાજપની લીડમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જે પાર્ટી માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે. આગામી રાઉન્ડોમાં અંતિમ પરિણામ વધુ સ્પષ્ટ થશે, પરંતુ હાલના ટ્રેન્ડ મુજબ ભાજપ મજબૂત સ્થિતિમાં દેખાઈ રહી છે.