Advertisement

ઉમરેઠ પેટા ચૂંટણીની તૈયારીઓ તેજ: 10-11 એપ્રિલે અધિકારીઓને તાલીમ કાર્યક્રમ

ઉમરેઠ પેટા ચૂંટણીની તૈયારીઓ તેજ: 10-11 એપ્રિલે અધિકારીઓને તાલીમ કાર્યક્રમ

આણંદ, મંગળવાર: 111 - ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી નું મતદાન આગામી તારીખ 23 મી એપ્રિલ 2026 ના રોજ યોજાનાર છે. 


જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારી/ કર્મચારીઓને ત્રણ તબક્કામાં તાલીમ આપવા માટેનું આયોજન કરવામાં આવ્યુ છે.


આ તાલીમમાં પોલિંગ ઓફિસર, ફીમેલ પોલિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર 1 અને પ્રિસાઇડિંગ ઓફિસરનો સમાવેશ કરવામાં આવ્યો છે.


તારીખ 10 મી અને 11 મી એપ્રિલના રોજ બીજા તબક્કાની તાલીમ ડી. એમ. પટેલ કોલેજ, ઓડ ખાતે બપોરના 13-00 થી 15:00 કલાક સુધી અને 15-00 થી 17-00 કલાક દરમિયાન માસ્ટર ટ્રેનર દ્વારા આપવામાં આવશે.


Advertisement