Advertisement

ઉમરેઠ પેટા ચૂંટણીમાં કર્મયોગીઓનો ઉત્સાહ: ફરજ વચ્ચે પોસ્ટલ બેલેટથી મતદાન કરી લોકશાહીનો માન રાખ્યો

ઉમરેઠ પેટા ચૂંટણીમાં કર્મયોગીઓનો ઉત્સાહ: ફરજ વચ્ચે પોસ્ટલ બેલેટથી મતદાન કરી લોકશાહીનો માન રાખ્યો

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026 અંતર્ગત ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવતા અધિકારી અને કર્મચારીઓ પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા ઉભી કરવામાં આવી છે. ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ ચૂંટણીના દિવસે ફરજ પર રહેનાર કર્મયોગીઓ માટે ઓડ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ત્રણ દિવસ માટે મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પ્રક્રિયાના પ્રથમ દિવસે ૪૧ જેટલા અધિકારી-કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જેમાં ૧૧ મહિલા અને ૩૦ પુરુષ મતદારોનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓ ૧૭ એપ્રિલ સુધી નિર્ધારિત સ્થળે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી શકશે, જેથી તેઓ પણ લોકશાહીના આ પર્વમાં સક્રિય સહભાગી બની શકે.

Advertisement