Advertisement

ઉમરેઠ પેટા ચૂંટણીમાં ભાજપની લીડ મજબૂત, હર્ષદ પરમાર 10,014 મતોથી આગળ

ઉમરેઠ પેટા ચૂંટણીમાં ભાજપની લીડ મજબૂત, હર્ષદ પરમાર 10,014 મતોથી આગળ

ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતગણતરી દરમિયાન પાંચમા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર મજબૂત લીડ સાથે આગળ વધી રહ્યા છે. હર્ષદ પરમારને અત્યાર સુધીમાં કુલ 21,111 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભૃગૃરાજસિંહ ચૌહાણને 11,097 મત મળ્યા છે. આ રીતે હર્ષદ પરમાર 10,014 મતોથી આગળ છે.


મતગણતરીના દરેક રાઉન્ડ સાથે ભાજપની લીડમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જે ભાજપ માટે સકારાત્મક સંકેતો આપી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસ માટે પડકારજનક સ્થિતિ સર્જાઈ રહી છે.


ભાજપના ઉમેદવારને મળતી આ મજબૂત લીડને પગલે કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેઓ ઉજવણી માટે તૈયારીઓ કરી રહ્યા છે. હવે આગામી રાઉન્ડોમાં આ લીડ વધુ વધે છે કે નહીં તે પર સૌની નજર ટકેલી છે.

Advertisement