આણંદ, ગુરૂવાર:111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું આજે યોજાયેલ મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું છે.
ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના 306 મતદાન મથકો ખાતેથી પ્રિસાઇડિંગ ઓફિસર સહિતની ટીમ ઇવીએમ લઈને ઓડ કોલેજ ખાતેના રીસીવિંગ સેન્ટર ખાતે જમા કરાવવા માટે પહોંચ્યા હતા. આ સમયે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ મતદાન મથક ખાતેથી પરત આવતી ટીમને આવકાર્યા હતા અને સુંદર કામગીરી બદલ બિરદાવ્યા હતા અને બે હાથ જોડીને તેમની કામગીરી પ્રત્યે નમન કર્યા હતા.
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના મતદારો પ્રત્યે પણ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એ ચૂંટણીમાં ફરજ બજાવનાર તમામ અધિકારીઓ કર્મચારીઓ પોલીસ વિભાગ નો સ્ટાફ સહિત સૌ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.