Advertisement

ઉમરેઠ પેટા ચૂંટણી: ખર્ચ ઓબ્ઝર્વર અનંગ રાવતે આણંદ કંટ્રોલ રૂમ અને મીડિયા સેન્ટરની મુલાકાત લઈ કામગીરી નિહાળી

ઉમરેઠ પેટા ચૂંટણી: ખર્ચ ઓબ્ઝર્વર અનંગ રાવતે આણંદ કંટ્રોલ રૂમ અને મીડિયા સેન્ટરની મુલાકાત લઈ કામગીરી નિહાળી

આણંદ: ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયા મુજબ 111 - ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026 નું મતદાન આગામી તારીખ 23 મી એપ્રિલ 2026 ના રોજ યોજાનાર છે. 


આ અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા 111-ઉમરેઠ વિધાનસભા મત વિસ્તાર માટે કલેકટર કચેરી, ત્રીજા માળે, આણંદ ખાતે જિલ્લા કક્ષાનો ફરીયાદ નિવારણ સેન્ટર, 1950 હેલ્પલાઇન, વોટર હેલ્પ ડેસ્ક, Cvigil મોનિટરિંગ સેન્ટર અને ટોલ ફ્રી નંબર 1800 425 2560 શરૂ કરવામાં આવ્યુ છે. બીજા માળે મીડિયા મોનિટરીંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યુ છે. આ સેન્ટર ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવતા પેઈડ ન્યૂઝ,જાહેરાતો સહિત આચારસંહિતા ભંગ અંગેના સમાચાર બાબતે 03 ટીમો દ્વારા 24×7 રાઉન્ડ ધ કલોક નજર રાખવામાં આવી રહી છે.


ભારતના ચૂંટણી પંચ દ્વારા 111 -  ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે નિયુક્ત થયેલા ખર્ચ ઓબ્ઝર્વર શ્રી અનંગ રાવતએ આજે ફરિયાદ નિવારણ સેન્ટર અને મીડિયા મોનિટરિંગ સેન્ટરની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. 


ખર્ચ ઓબ્ઝર્વર શ્રી ને 1950 ટોલ ફ્રી નંબર ઉપર ચૂંટણીને લગતી વિવિધ ઇન્કવાયરી આવતી હોય છે, જેમાં અત્યાર સુધીમાં 284 જેટલી વિવિધ પ્રકારની ચૂંટણીલક્ષી ઇલેક્શન કાર્ડ ને સંબંધિત ઇન્કવાયરીઓ આવી છે, ટોલ ફ્રી નંબર ઉપર આવેલ 02 ફરીયાદ અને Cvigil ઉપર આવેલ 03 ફરિયાદો મળી છે, આ સેન્ટર ખાતે 03 ટીમો દ્વારા 24×7 રાઉન્ડ ધ કલોક કામગીરી કરવામાં આવી રહી છે જે વિગતોથી વાકેફ કર્યા હતા.


ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેન્ટરની મુલાકાત સમયે મીડિયાના નોડલ અધિકારી શ્રી હેતલભાઇ દવેએ મીડિયાલક્ષી માહિતી અને સ્થાનિક ચેનલોના મોનિટરીંગ અને પ્રિન્ટ મીડિયામાં આવતા ચૂંટણીલક્ષી પેઈડ ન્યુઝની ચકાસણી બાબતોથી ખર્ચ ઓબ્ઝર્વર શ્રી ને વાકેફ કર્યા હતા.

Advertisement