Advertisement

ઉમરેઠ પેટા ચૂંટણી 2026: ઉમેદવારીનો છેલ્લો દિવસ, 6 ઉમેદવારોએ 8 ફોર્મ ભર્યા

ઉમરેઠ પેટા ચૂંટણી 2026: ઉમેદવારીનો છેલ્લો દિવસ, 6 ઉમેદવારોએ 8 ફોર્મ ભર્યા



આણંદ, સોમવાર :111 - ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026 અન્વયેનું મતદાન આગામી તારીખ 23મી એપ્રિલના રોજ થનાર છે. 


જેને ધ્યાને લઈ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા 111 ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ની નિમણૂક ચૂંટણી અધિકારી તરીકે કરવામાં આવી છે અને તેમના દ્વારા 30 મી માર્ચના રોજ પેટા ચૂંટણી અન્વયે ઉમેદવારી પત્ર ભરવા માટે નોટિસ પ્રસિધ્ધ કરવામાં આવી છે.


 ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ તારીખ 6 એપ્રિલ બપોરના 15-00 કલાક સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે તેમ નોટિસમાં જણાવાયું છે.


જે અન્વયે આજે ઉમેદવારી પત્રો ભરવાના છેલ્લા દિવસે 06 ઉમેદવારો દ્વારા 08 ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા છે.


જેમાં અપક્ષ ઉમેદવાર તરીકે શ્રી જીતેશ કુમાર ઘનશ્યામભાઈ સેવક 02 ફોર્મ, અપક્ષ ઉમેદવાર તરીકે શ્રી મહેન્દ્રભાઈ નટવરભાઈ પરમાર 01 ઉમેદવારી પત્ર, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર શ્રી ભૃગુરાજસિંહજી પ્રતાપસિંહ ચૌહાણએ 02 ફોર્મ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રજનીકુમારી ભૃગુરાજ સિંહ ચૌહાણ 01 ઉમેદવારી પત્ર, અપક્ષ ઉમેદવાર શ્રી નિરૂપાબેન નટવરલાલ માધૂએ 01 ઉમેદવારી પત્ર અને રાઇટ ટુ રિકોલ પાર્ટી ના ઉમેદવાર શ્રી ભટ્ટ સુનિલકુમાર નરેન્દ્રભાઈએ 01 ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હોવાનું ચૂંટણી અધિકારીશ્રી દ્વારા જણાવાયું છે. 


નોંધનીય છે કે, તારીખ 07એપ્રિલના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 09 એપ્રિલ નિર્ધારિત કરવામાં આવી છે.


Advertisement