Advertisement

ઉમરેઠ પેટા ચૂંટણી 2026: મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા તૈયારીઓની સઘન સમીક્ષા, અધિકારીઓને આપ્યાં મહત્વપૂર્ણ માર્ગદર્શન

ઉમરેઠ પેટા ચૂંટણી 2026: મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા તૈયારીઓની સઘન સમીક્ષા, અધિકારીઓને આપ્યાં મહત્વપૂર્ણ માર્ગદર્શન

આણંદ જિલ્લાના 111-ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી અન્વયે મુખ્ય નિર્વાચન અધિકારી સંદીપ સાગળેએ વીડિયો કોન્ફરન્સ મારફતે નોડલ અધિકારીઓની કામગીરીની સમીક્ષા કરી હતી. ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે વિવિધ તૈયારીઓ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.

સમીક્ષા દરમિયાન મેન પાવર, ટ્રેનિંગ, મટીરીયલ અને ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ સહિત કોમ્પ્યુટરાઈઝેશન, સાયબર સિક્યુરિટી, EVM મેનેજમેન્ટ, MCC અને ખર્ચ નિરીક્ષણ જેવી ચૂંટણીલક્ષી કામગીરીઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

મુખ્ય નિર્વાચન અધિકારીએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, વાહનોની ઉપલબ્ધતા, દિવ્યાંગ મતદારો માટે ખાસ સુવિધાઓ, હોમ વોટિંગ અને મતદારો માટે જરૂરી વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે ચૂંટણીમાં જોડાયેલા કર્મચારીઓ માટેની સુવિધાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરાયું.

તે ઉપરાંત, મતદારોમાં જાગૃતિ વધારવા માટે SWEEP હેઠળ વધુ કાર્યક્રમો યોજવા સૂચના આપવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જિલ્લામાં ચાલી રહેલી તૈયારીઓ અંગે માહિતી આપી હતી, જેથી ચૂંટણી પ્રક્રિયા સુચારૂ રીતે પૂર્ણ થાય.

Advertisement