Advertisement

ઉમરેઠ પેટા ચૂંટણી 2026: ખર્ચ ઓબ્ઝર્વર અનંગ રાવતની આણંદમાં ફરિયાદ નિવારણ અને મીડિયા મોનિટરિંગ સેન્ટરની મુલાકાત

ઉમરેઠ પેટા ચૂંટણી 2026: ખર્ચ ઓબ્ઝર્વર અનંગ રાવતની આણંદમાં ફરિયાદ નિવારણ અને મીડિયા મોનિટરિંગ સેન્ટરની મુલાકાત

આણંદ જિલ્લામાં યોજાનારી 111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026 માટે ચૂંટણી પંચ દ્વારા 23 એપ્રિલે મતદાનની તારીખ નક્કી કરવામાં આવી છે. આ અનુસંધાને જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર પ્રવીણ ચૌધરી દ્વારા કલેક્ટર કચેરી, આણંદ ખાતે જિલ્લા કક્ષાનું ફરીયાદ નિવારણ સેન્ટર, 1950 હેલ્પલાઇન, વોટર હેલ્પ ડેસ્ક, Cvigil મોનિટરિંગ સેન્ટર અને ટોલ ફ્રી નંબર 1800 425 2560 શરૂ કરવામાં આવ્યા છે, જેથી મતદારોને ઝડપી સેવા અને સહાય મળી રહે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત થયેલા ખર્ચ ઓબ્ઝર્વર અનંગ રાવતે આણંદ ખાતે ફરીયાદ નિવારણ સેન્ટરની મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ટોલ ફ્રી નંબર 1950 અને Cvigil એપ પર મળતી ફરિયાદોની વિગતવાર માહિતી મેળવી હતી. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અનિતાબેન લાછુને માહિતી આપતા જણાવ્યું કે 1 એપ્રિલથી અત્યાર સુધીમાં ચૂંટણી કાર્ડ સંબંધિત 69 જેટલી ઇન્કવાયરીઓ પ્રાપ્ત થઇ છે, જેમાં કાર્ડ ન મળવું, ડાઉનલોડ ન થવું, સ્ટેટસ ચેક કરવું તેમજ સુધારા-વધારા જેવી બાબતોનો સમાવેશ થાય છે. સેન્ટર ખાતે ત્રણ ટીમો દ્વારા 24 કલાક સતત કામગીરી કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત ખર્ચ ઓબ્ઝર્વર અનંગ રાવતે ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેન્ટરની મુલાકાત લઇ પેઈડ ન્યૂઝ, જાહેરાતો અને આચારસંહિતા ભંગ અંગેની દેખરેખની કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું હતું. મીડિયા મોનિટરિંગ સેન્ટર ખાતે ત્રણ ટીમો દ્વારા 24x7 ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં આવતી ચૂંટણીલક્ષી માહિતી પર કડક નજર રાખવામાં આવી રહી છે. આ સમયે મીડિયા નોડલ અધિકારી હેતલભાઇ દવે દ્વારા ઓબ્ઝર્વરને મીડિયા મોનિટરિંગ અને પેઈડ ન્યૂઝની ચકાસણી અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

Advertisement