Advertisement

ઉમરેઠ નગરપાલિકા ચૂંટણી: વોર્ડ નં-૧ માં ભાજપના ઉમેદવારોનું ‘ડોર-ટુ-ડોર’ પ્રચાર અભિયાન

ઉમરેઠ નગરપાલિકા ચૂંટણી: વોર્ડ નં-૧ માં ભાજપના ઉમેદવારોનું ‘ડોર-ટુ-ડોર’ પ્રચાર અભિયાન

ઉમરેઠ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ ઉમરેઠમાં રાજકીય ગરમાવો વધ્યો છે. ભાજપ દ્વારા વોર્ડ નંબર-૧ માં પ્રચારના શ્રીગણેશ કરી દેવામાં આવ્યા છે. વોર્ડ નંબર-૧ માં ભાજપ તરફથી કૌશિકભાઈ સોલંકી (જોડિયો મિસ્ત્રી), પ્રેક્ષાબેન પટેલ, મેહુલભાઈ પટેલ (ચોકસી) અને શિવાંગીબેન દરજી ઉમેદવારી નોંધાવી છે. ભાજપની આ સંપૂર્ણ પેનલે વોર્ડના વિવિધ વિસ્તારોમાં ઘરે-ઘરે જઈ મતદારો સાથે સીધો સંવાદ કર્યો હતો. પ્રચાર દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ તેમજ શહેરના વિકાસના મુદ્દાઓ રજૂ કરી ભાજપને વિજયી બનાવવા અપીલ કરવામાં આવી હતી.

Advertisement