Advertisement

ઉમરેઠ-ખંભોળજ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, મતદારોને નિર્ભય અને શાંતિપૂર્ણ મતદાનની અપીલ

ઉમરેઠ-ખંભોળજ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, મતદારોને નિર્ભય અને શાંતિપૂર્ણ મતદાનની અપીલ

111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026 તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે પોલીસ તંત્ર દ્વારા વિસ્તૃત વ્યવસ્થા હાથ ધરવામાં આવી રહી છે. SDPO જે.ડી. બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ CPMFના 45 જવાનો તથા સ્થાનિક પોલીસ સાથે ઉમરેઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુંદલપુરા અને ધૂળેટા ગામોમાં તેમજ ખંભોળજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખંભોળજ ગામે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે મહોલ્લા મીટીંગ યોજી લોકો સાથે સીધી વાતચીત પણ કરવામાં આવી હતી.


આગામી 23 એપ્રિલે ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી અને 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે, જેને ધ્યાનમાં રાખી મતદારોમાં સુરક્ષા અને વિશ્વાસનો માહોલ સર્જવા માટે આ પગલાં લેવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા મતદારોને કોઈપણ ભય વગર નિર્ભયતાથી મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી તેમજ શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે સહકાર આપવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો.

Advertisement