Advertisement

ઉદયપુરમાં શાહી લગ્ન! વિજય-રશ્મિકાની વેડિંગમાં એન્ટ્રી પહેલા મહેમાનો માટે ખાસ નિયમો

ઉદયપુરમાં શાહી લગ્ન! વિજય-રશ્મિકાની વેડિંગમાં એન્ટ્રી પહેલા મહેમાનો માટે ખાસ નિયમો

એક્ટર વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના લગ્નને હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ લગ્ન અંગે તેમના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ જોડી 26 ફેબ્રુઆરીએ ઉદયપુરમાં સાત ફેરા લેશે અને જીવનભર માટે એકબીજાનો હાથ થામશે.


જાપાનીઝ ભોજન અને ખાસ ડેકોરેશન


મળતી માહિતી મુજબ, લગ્નની ઉજવણી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં મહેમાનો માટે જાપાનીઝ ભોજન પીરસવામાં આવશે. રશ્મિકાએ હાલમાં જ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પાર્ટીની એક ઝલક શેર કરી હતી. જેમાં સુંદર રીતે શણગારેલું ટેબલ અને જાપાનીઝ મેનૂ કાર્ડ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.


ફોટામાં રોશનીથી ઝળહળતું ટેબલ જોવા મળ્યું હતું. સજાવટમાં ગુલાબી લીલી અને હળવા લીલા હાઈડ્રેન્જિયાના ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની સાથે તાજા લીલા સફરજન અને દ્રાક્ષ પણ ગોઠવવામાં આવ્યા છે, જે આખા ડેકોરેશનને ઓર્ગેનિક અને લક્ઝરી ગાર્ડન લૂક આપે છે.વેન્યુ અને સિક્યુરિટી


આ કપલ સોમવારે જ ઉદયપુર પહોંચી ગયું છે. લગ્નનો મુખ્ય કાર્યક્રમ 'મેમેન્ટોસ બાય આઈટીસી હોટલ્સ, એકાયા ઉદયપુર' ખાતે યોજાશે. લગ્નને સંપૂર્ણપણે પ્રાઈવેટ અને ઈન્ટિમેટ રાખવામાં આવ્યું છે. જેમાં માત્ર નજીકના પરિવારજનો અને મિત્રો જ હાજર રહેશે. અહેવાલો અનુસાર, ગોપનીયતા જાળવવા માટે 'નો-ફોન પોલિસી' લાગુ કરવામાં આવી છે અને મહેમાનો પાસે NDA (નોન-ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ) પણ સાઈન કરાવવામાં આવ્યા છે. જેથી લગ્નના ફોટા કે વીડિયો લીક ન થાય.ક્યારે શરૂ થઈ લવ સ્ટોરી?


વિજય અને રશ્મિકાની લવ સ્ટોરી વર્ષ 2018માં શરૂ થઈ હતી, જ્યારે બંનેએ ફિલ્મ ‘ગીતા ગોવિંદમ’ માં સાથે કામ કર્યું હતું. તેમની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રીને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. ત્યારબાદ તેઓ ‘ડિયર કોમરેડ’માં પણ સાથે જોવા મળ્યા હતા. લાંબા સમય સુધી પોતાના સંબંધોને ખાનગી રાખ્યા બાદ, હવે આખરે બંને લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્ન બાદ ભવ્ય રિસેપ્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement